ભાજપે ઉમેદવાર જાહેર કર્યા વિના જ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે.
કોંગ્રેસ અને આરજેડી પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને ટેકો આપી શકે છે.
ભાજપે તમામ ૪૨૨ બૂથ પર સાત તબક્કામાં સઘન પ્રચારનું આયોજન કર્યું છે.
પટના | બિહારની રાજધાની પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પર આગામી ૩૦ જુલાઈએ યોજાનારી પેટાચૂંટણી ખૂબ જ રસપ્રદ અને ત્રિપાંખીયા જંગમાં ફેરવાય તેવી શક્યતા છે. આ બેઠક પર ભાજપ અને પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
આ પેટાચૂંટણી બંને છાવણીઓ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. આ ચૂંટણી મેદાનમાં નવા રાજકીય સમીકરણો ઝડપથી આકાર લઈ રહ્યા છે.
મહાગઠબંધન તરફથી પ્રશાંત કિશોરને પરોક્ષ સમર્થન?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અને આરજેડી વિપક્ષી એકતા હેઠળ પ્રશાંત કિશોરને સમર્થન આપવાના સંકેત આપી રહ્યા છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.