ભારતીય જોડી દિયા ચિતલે અને મનુષ શાહે હોંગકોંગની જોડીને 3-1થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે ટેબલ ટેનિસમાં ભારતનો બ્રોન્ઝ મેડલ પાક્કો થયો છે.
ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ભારતીય જોડીનો સામનો હોંગકોંગની વોંગ ચુન ટિંગ અને ડૂ હોઈ કેમ સામે થયો હતો. આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો હતો.
દિયા અને મનુષે શ્રેષ્ઠ તાલમેલ બતાવીને આ મેચ 3-1થી પોતાના નામે કરી હતી. આ જીતે ભારતીય ચાહકોને ઉજવણીની મોટી તક આપી છે.
મેચની રોમાંચક સફર અને સ્કોર
ભારતીય જોડીએ મેચની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી હતી. તેઓએ પ્રથમ ગેમમાં વિરોધી ટીમને ટકવાની કોઈ તક આપી ન હતી.
પ્રથમ ગેમ: દિયા અને મનુષે 11-0થી જીતી.
બીજી ગેમ: હોંગકોંગની જોડીએ 15-13થી જીતી.
ત્રીજી ગેમ: ભારતે 11-9થી જીતીને લીડ મેળવી.
ચોથી ગેમ: ભારતે 11-5થી જીતીને મેચ જીતી લીધી.
બીજી ગેમમાં બંને જોડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ટાઈ-બ્રેકર સુધી ચાલેલી આ ગેમ આખરે હોંગકોંગની જોડીએ જીતી હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ શાનદાર વાપસી કરી હતી.