બિકાનેરના સરહદી વિસ્તારોમાં કલમ 163 હેઠળના પ્રતિબંધો બે મહિના માટે લંબાવવામાં આવ્યા.
ખાજુવાલા અને બજ્જુ તહેસીલના 12 ગામોમાં રાત્રે 7 થી સવારે 6 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ.
પાકિસ્તાન કોડ 0092 કૉલ્સનો રેકોર્ડ રાખવો અને નવા સિમ કાર્ડ માટે કડક ચકાસણી ફરજિયાત.
નિયમોના ઉલ્લંઘન બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
બીકાનેર | ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા બિકાનેર જિલ્લાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ નિશાંત જૈને આદેશ જારી કર્યા છે.
તંત્ર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળના પ્રતિબંધાત્મક આદેશોની મુદત આગામી બે મહિના માટે લંબાવવામાં આવી છે.