વોશિંગ્ટન | અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની કોઈપણ નબળી ડીલનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા 2015ના પરમાણુ કરારને મોટી આપત્તિ ગણાવી હતી.
ટ્રમ્પ ઓબામા જેવી ડીલ નહીં કરે
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કાં તો ઈરાન સાથે ઉત્તમ અને મજબૂત કરાર થશે અથવા કોઈ કરાર થશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પના આ કડક વલણથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે ઈરાન પર અત્યંત દબાણ બનાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં મધ્ય પૂર્વના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.