જવાબમાં ન્યુઝીલેન્ડ એએ પ્રથમ ઇનિંગમાં 317 રન બનાવ્યા હતા. આમ તેમને 204 રનની મોટી લીડ મળી હતી.
બીજી ઇનિંગમાં ભારતનો વળતો પ્રહાર
બીજી ઇનિંગમાં ભારતે જબરદસ્ત જુસ્સો બતાવ્યો હતો. દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શને ત્રીજી વિકેટ માટે 215 રનની ભાગીદારી કરી હતી.
દેવદત્ત પડિક્કલે 248 બોલમાં 199 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે પોતાની બેવડી સદીથી માત્ર એક રન દૂર રહી ગયા હતા.
મુખ્ય બેટ્સમેનોનું યોગદાન
- દેવદત્ત પડિક્કલ: 199 રન
- સાઈ સુદર્શન: 91 રન
- યશ રાઠોડ: 66 રન
- વોશિંગ્ટન સુંદર: 52 રન
ભારતે બીજી ઇનિંગમાં 516 રન બનાવી ન્યુઝીલેન્ડ સામે 313 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.
જીતની નજીક ટીમ ઇન્ડિયા
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આકિબ નબીએ શરૂઆતની ત્રણ વિકેટ ઝડપી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી.
મેચના છેલ્લા દિવસે ચાના સમય સુધી ન્યુઝીલેન્ડે 132 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. ભારતને જીતવા માટે હવે માત્ર ચાર વિકેટની જરૂર છે.