વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા.
રાજધાની કારાકાસમાં બેઝબોલ મેચ દરમિયાન ખેલાડીઓ અને દર્શકો સ્ટેડિયમમાંથી ભાગી ગયા.
દેશમાં ઇમરજન્સીની જાહેરાત, સ્કૂલ-કોલેજ અને એરપોર્ટ બંધ.
ભૂકંપ પછી લગભગ 20 આફ્ટરશોક્સ પણ નોંધાયા.
કારાકાસ | વેનેઝુએલામાં એક પછી એક આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ ભારે તબાહી મચાવી છે. 7.5ની તીવ્રતાના આંચકાથી રાજધાની કારાકાસમાં ચાલી રહેલી બેઝબોલ મેચ પણ અટકી ગઈ અને ખેલાડીઓ મેદાન છોડીને ભાગી ગયા. દેશમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરવામાં આવી છે.
બેઝબોલ મેચ વચ્ચે દહેશતનો માહોલ
જે સમયે ભૂકંપના વિનાશક આંચકા અનુભવાયા, તે સમયે રાજધાની કારાકાસના સ્ટેડિયમમાં એક મહત્વપૂર્ણ બેઝબોલ મેચ ચાલી રહી હતી.
અચાનક આખી ધરતી જોરથી ધ્રૂજવા લાગી, જેનાથી સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને હજારો દર્શકો ગભરાઈ ગયા અને ચારેબાજુ બૂમાબૂમ મચી ગઈ.