ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે હૈદરાબાદમાં રમાનારી ચોથી T20 મેચમાં સૂર્યકુમાર યાદવનો એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.
અભિષેક શર્માએ એક કેલેન્ડર વર્ષમાં 68 છગ્ગા ફટકારીને સૂર્યકુમાર યાદવના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20માં એક છગ્ગો ફટકારતા જ અભિષેક ટોચ પર પહોંચી જશે.
અભિષેકે 2026માં દર 6.55 બોલે એક છગ્ગો ફટકાર્યો છે, જે સૂર્યાની ફ્રીક્વન્સી કરતા ઘણો સારો છે.
આ પહેલા ઈન્દોરમાં અભિષેકે સૂર્યાનો સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
ઈન્દોર | ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા અભિષેક શર્માનું T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન ચાલુ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં તેણે પોતાની બેટિંગથી તરખાટ મચાવ્યો હતો.
સૂર્યાનો એક રેકોર્ડ તૂટ્યો, હવે બીજાનો વારો
અભિષેક શર્માએ ઈન્દોરમાં 30 બોલમાં 69 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
આ શાનદાર પ્રદર્શનની સાથે તેણે સૂર્યકુમાર યાદવનો સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.