વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા
યાત્રાના સફળ અને ભવ્ય આયોજન માટે બેઠકમાં વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુસાફરોના સ્વાગત, ભોજન, આવાસ, ટ્રાફિક અને સુરક્ષા જેવી જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પદાધિકારીઓએ સુવ્યવસ્થિત આયોજન માટે કાર્યકરોને અલગ-અલગ જવાબદારીઓ સોંપી હતી. યાત્રાનો ઉદ્દેશ્ય “જન સેવા થી રાષ્ટ્ર સેવા ના 25 વર્ષ” ની ભાવના લોકો સુધી પહોંચાડવાનો છે.