ભારતીય રેલવે લાંબા અંતરની મુસાફરીને સરળ બનાવવા માટે બે નવી વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનો મુંબઈ-બેંગલુરુ અને વારાણસી-નવી દિલ્હી વચ્ચે દોડશે. મુંબઈ-બેંગલુરુ ટ્રેન 31 ઓક્ટોબરથી અને વારાણસી-દિલ્હી ટ્રેન 1 નવેમ્બરથી શરૂ થવાની યોજના છે. આ ટ્રેનોથી નોકરીયાત વર્ગ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. મુંબઈ-બેંગલુરુ ટ્રેન CSMT અને SMVT વચ્ચે દોડશે. વારાણસી-દિલ્હી ટ્રેન પ્રયાગરાજ અને કાનપુર થઈને જશે. સત્તાવાર સમયપત્રકની જાહેરાત હજુ બાકી છે.