નાબાલિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની મુશ્કેલીઓ વધી છે. 20 દિવસના મેડિકલ પેરોલ પૂરા થયા બાદ સમયસર જોધપુર જેલ ન પહોંચવા બદલ રાતાનાડા પોલીસ સ્ટેશનમાં જેલ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આસારામને મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં જોધપુર જેલમાં સરેન્ડર કરવાનું હતું, પરંતુ તેઓ રાત્રે 10:40 વાગ્યે એર એમ્બ્યુલન્સ દ્વારા પહોંચ્યા હતા. જેલ પ્રહરીની રિપોર્ટના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. મોડી રાત્રે પહોંચવાને કારણે જેલ પ્રશાસને તેમને પ્રવેશ આપ્યો ન હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.